Mercury Ev-Tech Ltd: મર્ક્યુરી ઇવી-ટેક લિમિટેડના શેરે લાંબા ગાળે તેના રોકાણકારોને તગડું રિટર્ન આપ્યું છે. ઈલેક્ટ્રિક વ્હીકલ બનાવતી કંપનીના શેરનો ભાવ એક સમયે માત્ર 36 પૈસા હતો. જે આજે વધીને 84.69 રૂપિયાએ પહોંચી ગયો છે.
Mercury Ev-Tech Ltd: શેરબજારમાં એવા ઘણા શેર છે, જે તેના રોકાણકારોને માલામાલ બનાવી ચૂક્યા છે. આમાં કેટલાક શેર તો એવા પણ છે જે ઓછા સમયમાં જ રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન આપી ચૂક્યા છે. આજે અમે આપને એક એવા જ શેર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેણે તેના રોકાણકારોને લાંબાગાળે તગડું રિટર્ન આપ્યું છે. અમે જે કંપનીની વાત કરી રહ્યા છીએ તેનું નામ મર્ક્યુરી ઇવી-ટેક લિમિટેડ (Mercury Ev-Tech Ltd) છે.
Mercury Ev-Tech Ltdના શેરમાં તેજી ઈલેક્ટ્રિક વ્હીકલ બનાવતી કંપનીના શેરમાં સતત તેજી જોવા મળી છે અને આ શેરે 5 વર્ષમાં 8369 ટકાનું રિટર્ન આપ્યું છે. આ દરમિયાન આ શેરની કિંમત 36 પૈસાથી વધીને 84.69 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. એટલે કે જો કોઈ રોકાણકારે આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજની તારીખમાં આ રકમ વધીને 2 કરોડ રૂપિયા થઈ ગઈ હોત.
Mercury Ev-Tech Ltd: શું છે વિગત? આ કંપનીના શેરનો 16 માર્ચ 2020ના રોજ 0.36 રૂપિયા ભાવ હતો,જે 4 ડિસેમ્બર 2023ના રોજ વધીને 135.74 રૂપિયાએ પહોંચી ગયો હતો. ત્યારબાદ તેમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. આજે ગુરુવારે આ કંપનીનો શેર 8 ટકાના ઘટાડા સાથે 84.69 રૂપિયાએ બંધ થયો છે. કંપનીના શેરની 52 સપ્તાહની સૌથી ઊંચી કિંમત 139.20 રૂપિયા છે. જ્યારે 52 સપ્તાહની સૌથી ઓછી કિંમત 64.32 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 1601 કરોડ રૂપિયા છે.
Mercury Ev-Tech Ltd: કંપનીનો બિઝનેસ મર્ક્યુરી ઈવી-ટેક લિમિટેડ એક ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની છે. આ કંપની EV જરૂરિયાતો માટે એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ પ્રોવાઈડ કરે છે. કંપનીની પ્રોડક્ટ રેન્જમાં ટુ-વ્હીલર, બસ, લોડર અને પેસેન્જર વાહનોની સાથે-સાથે બેટરી વાહનોનો સમાવેશ થાય છે. કંપની ઈલેક્ટ્રિક વાહનો અને અન્ય સંબંધિત રિન્યૂએબલ એનર્જી પ્રોડક્ટ્સ બનાવે છે અને તેનું વિચાણ કરે છે. આ કંપની માત્ર વાહનોનું જ ઉત્પાદન નથી કરતી, પરંતુ બેટરી, ચેસિસ જેવા મહત્વપૂર્ણ કમ્પોનન્ટ્સનું પણ નિર્માણ કરે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારની જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
36 પૈસાથી 84.69 રૂપિયા સુધી પહોંચ્યો મર્ક્યુરી ઇવી-ટેકનો શેર
-News18
ઈલેક્ટ્રિક વ્હીકલ બનાવતી કંપનીના શેરમાં સતત તેજી જોવા મળી છે અને આ શેરે 5 વર્ષમાં 8369 ટકાનું રિટર્ન આપ્યું છે. આ દરમિયાન આ શેરની કિંમત 36 પૈસાથી વધીને 84.69 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. એટલે કે જો કોઈ રોકાણકારે આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજની તારીખમાં આ રકમ વધીને 2 કરોડ રૂપિયા થઈ ગઈ હોત